હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના જલારામનગરમાં સગીરે પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







વાંકાનેરના જલારામનગરમાં સગીરે પોતાના ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટી સ્મશાન પાસે જલારામનગર-1 માં રહેતા સગીરે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સ્મશાનની પાસે જલારામનગર-1 માં રહેતા દિલશાન ઉંમરદિનભાઈ મીરાશી (17) નામના સગીરે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે સગીરનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની દિલાવરભાઈ શેખ (26)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવન નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી અસર

મોરબી તાલુકાના આમરણ ગામની સીમા મહેન્દ્રભાઈ બેચરભાઈની વાડીએ દવાનો છટકાવ કરતા સમયે ઝેરી અસર થવાના કારણે કનુભાઈ લક્ષ્મણભાઈ (32) નામના યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના બેલા કામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ મોનાલીસા સીરામિકના લેબર કવાર્ટરમાં રહેતા ભારત જેના (44) નામનો યુવાન દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ઈજા થવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા સલેમાન બુખારી (30) નામના યુવાનને મોડપર પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News