વાંકાનેર તાલુકાની રીચ ચોકડી નજીકથી જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE







મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના લખધીરનગર પાસે આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરનગર (નવાગામ) પાસે આવેલ આજવિટો સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો સોનુભાઈ થાનસીંહ ભીલાલા (19) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરકુમાર નારણભાઈ ભોરણીયા રહે. રવાપર રોડ ઉમિયા ચોક મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી.જી.દેત્રીજા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળે માહિતી મુજબ આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા લાલજીભાઈ જગદીશભાઈ નિમાવત (35) નામના યુવાનને લાયન્સ સ્કૂલ નવલખી રોડ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઝેરી જનાવર કરડી ગયું
મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા ભારતીબેન ભાવેશભાઈ (17) નામની સગીરાને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ લેબેટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પૂજાબેન રાકેશભાઈ (25), અનિલભાઈ રામપ્રકાશભાઈ યાદવ (30), મોક્ષા અનિલભાઈ યાદવ (4) અને કામિનીબેન અનિલભાઈ યાદવ (24) નામના ચાર વ્યક્તિઓને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
