વાંકાનેર તાલુકાની રીચ ચોકડી નજીકથી જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
SHARE







વાંકાનેર તાલુકાની રીચ ચોકડી નજીકથી જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
વાંકાનેર તાલુકાના વીરપર માટેલ રોડ ઉપર આવેલ રીચ ચોકડી નજીક ઓરડીઓની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યાં સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન મળીને 27,550 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીરપર માટેલ રોડ ઉપર આવેલ રીચ ચોકડી પાસે ઓરડીઓની પાછળના ભાગમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા (27) રહે. સરતાનપર રોડ રીચ સિરામિક પાસે માટેલ, બાબુભાઈ ધમાભાઈ સારલા (19) રહે. મકતાનપર, ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા (28) રહે. માટેલ, વજુભાઈ જોરુભાઈ સાડમીયા (19) રહે. પુનિતના નાકે ખોડીયાર પરાની બાજુમાં ગોંડલ રોડ રાજકોટ તથા રાજુભાઈ લાલજીભાઈ ચૌહાણ (35) રહે. રી રીચ સીરામીક પાસે માટેલ રોડ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 19,050 ની કિંમતની રોકડ તથા 8,500 ની કિંમતના પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને 27,550 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ સામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ઈકબાલભાઈ ઉર્ફે મુન્સી જમાલભાઈ રાઉમા (40) રહે. પંચાસર રોડ ભારતપરા મફતિયાપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
