મોરબી દશનામ ગૌસ્વામી સમાજ વિધાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ પહોંચાડવા અપીલ
SHARE







મોરબી દશનામ ગૌસ્વામી સમાજ વિધાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ પહોંચાડવા અપીલ
મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.જેમાં કેજી થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ અને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે.મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુપરીએ યાદીમાં જણાવેલ છે કે મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતીના કેજી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.૯-૧૧ ના રોજ સાંજે ૪ થી ૮ ગૌસ્વામી વાડી મોરબી મુકામે રાખવાનો હોય તા.૨૬-૧૦ સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું નામ-સરનામું અને મોબાઈલ નંબર લખીને પહોંચાડવાના રહેશે.
માર્કશીટની ઝેરોક્ષ નટુપરી 93745 61330, હંસગીરી 90995 67001, ભૈરવગીરી 98794 71747, મહીપતપુરી 99796 55510, હિરેનપુરી 89802 00222, દિલીપગીરી 96383 95854, ગોસ્વામી ન્યૂઝ એજન્સી એન્ડ બુક સ્ટોલ સત્યમ પાન સામે સરદાર બાગ પાસે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદીમાં જણાવાયેલ છે.
