સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી 4,320 બોટલ દારૂ અને 2568 બિયરના ટીન ભરેલ ડમ્પર સાથે એકની ધરપકડ: 25.93 લાખનો મુદ્દામાલ કબજે


SHARE





માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી 4,320 બોટલ દારૂ અને 2568 બિયરના ટીન ભરેલ ડમ્પર સાથે એકની ધરપકડ: 25.93 લાખનો મુદ્દામાલ કબજે

માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું જેમાં પતરા અને તાલપત્રીની આડમાં દારૂ અને બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને એલસીબીની ટીમ દ્વારા દારૂની નાની 4,320 બોટલ તેમજ બિયરના જુદી જુદી બ્રાન્ડના 2568 ટીન અને વાહન, મોબાઈલ ફોન વિગેરે મળીને 25,93,360 ની કિંમતના મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે તથા માલ મોકલાવનાર શખ્સનું નામ સામે આવ્યું હોય બે શખ્સોની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ડમ્પરમાં દારૂ અને બિયરનો મોટો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી કરીને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે માળિયા મીયાણા તાલુકાની ભીમાસર ચોકડી પાસેથી ડમ્પર નંબર જીજે 36 વી 5003 પસાર થઈ રહ્યું હતું જેને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવ્યું હતું અને તેને ચેક કરવામાં આવતા તેમાં પતરા અને તાલપત્રીની આડમાં દારૂ બિયરનો જથ્થો છુપાવીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને એલસીબી ટીમ દ્વારા દારૂની નાની 4320 બોટલ તેમજ જુદી જુદી બ્રાન્ડના બિયરના 2568 ટીન આમ કુલ મળીને 10,83,360 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તે ઉપરાંત ડમ્પર, બે મોબાઈલ ફોન અને વિગેરે મુદ્દામાંલ મળીને 25,93,360 ની કિંમતનો મુદામાલ કબજે કરીને ડમ્પરના ડ્રાઇવર ચુનીલાલ અમેદારામ હુડા રહે. ધુડાવા જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ મોકલનાર તરીકે વિજય જયંતીભાઈ પટેલ રહે. દેવળીયા તાલુકો હળવદ વાળા નું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સો સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યા તથા પીએસઆઇ જે.પી. કણસાગરા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News