ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ


SHARE









વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ અને “વોકલ ફોર લોકલ” ના સંદેશને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે કચ્છ લોકસભા દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભુજના કતિરા પાર્ટી પ્લોટ ખાતે તા. 01 નવેમ્બર, 2026થી 05 નવેમ્બર 2026 સુંધી “સાંસદ સ્વદેશી મેળા” નું આયોજન અવિરત ચાલુ છે. 

આ મેળાના ભાગરૂપે આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ મેળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે મેળામાં ઉપસ્થિત વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈને સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. 70 થી વધુ સ્ટોલધારકો જોડાયા છે. મેળામાં વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ દ્વારા કારીગરો તથા વેપારીઓને પોતાની બનાવટો અને ઉત્પાદનો લોકો સમક્ષ રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પ્રાપ્ત થયો છે. નગરજનોએ પણ મેળાની મુલાકાત લઈને વિવિધ સ્ટોલમાં ઉપલબ્ધ સ્વદેશી ઉત્પાદનોમાં રસ દાખવ્યો હતો અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જનજન સુધી પહોંચાડવા તથા સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ દ્વારા દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે આવા આયોજનો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સ્વદેશી ઉત્પાદનોની ખરીદીથી સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને વેપારીઓને આર્થિક પ્રોત્સાહન મળે છે, તેમજરોજગારીની નવી તકોનું સર્જન કરવામાં પણ મદદ મળે છે. સ્વદેશી અપનાવીએ, સ્થાનિકોને પ્રોત્સાહન આપીએ અને આત્મનિર્ભર ભારત બનાવીએ’ ના સંકલ્પ સાથે આયોજિત આ મેળો નાગરિકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિ કેળવવા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં પ્રેરણાદાયી પહેલ બની રહ્યો છે.




Latest News