મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી રિક્ષામાં બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગે જઈ રહેલ મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડ્યું હતું જેથી રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ નુરમામદભાઈ ગાલબ (37)એ મિક્સર મશીન વાહન નંબર જીજે 36 એસ 6959 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે દરગાહની સામેથી તેઓ પોતાની રિક્ષા નંબર જીજે 18 બિયું 6675 લઈને મોરબીથી ચરાડવા જઈ રહ્યા હતા દરમિયાન આગળના ભાગે જઈ રહેલ મિક્સર મશીન વાહનના ચાલકે પોતાના વાહનને અચાનક બ્રેક કરી હતી જેથી કરીને મિક્સર મશીનની પાછળના ભાગનું બકેટ ફરિયાદીની રીક્ષા ઉપર પડ્યું હતું જેથી ફરિયાદીને ડાબા પગમાં ફેક્ચર તથા રિક્ષામાં બેઠેલ અલારખાભાઈને સામાન્ય ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ઈકબાલભાઈનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News