મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન એમ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અને નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કા ર્યક્રમમાં પ્રમુખ લહેરૂ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હોદેદારો દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં આર.ટી.ઓ. અને ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પીઆઇ આર.એ.જાડેજા દ્વારા ટ્રાફિકના નિયમો, લાયસન્સ સંબંધિત માર્ગદર્શિકા તેમજ દ્વિ-ચક્રી અને ચતુરચક્રી વાહનચાલકો માટે જરૂરી સૂચનો ખૂબ જ સમજણપૂર્વક આપવામાં આવેલ હતા. ડો.લખમણભાઈ કંઝારિયાએ સિનિયર સિટીઝન શું કરી શકે?” વિષય પર પોતાની અનુભૂતિઓ વહેંચી હતી. તેમણે કુટુંબભાવના, સમાજભાવના, સંતોષ અને સંવેદનાની અતિમૂલ્ય વાતો કરી સૌને પ્રેરણા આપી. એડવોકેટ જગદિશભાઇ ઓઝાએ પણ આરટીઓ સંબંધિત માહિતીમાં ઉમેરો કરી, સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. અને નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે ભુપતભાઈ પંડ્યાએ સૌને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ જગદીશભાઇ ઓઝા, આડેસરાભાઈ, પૂર્વ ચીફ ઓફિસર ઠાકરભાઈ, ઉર્મિલાબેન લ્હેરુ વિગેરે હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની સહુકોઈએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, પી.એન.રાંકજા, કે.પી. ભાગિયા, ડૉ. એમ.ડી. જાડેજા, એન.એમ. ચડાસણિયા અને સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના કારોબારી સદસ્યોએ જહેમત લીધી હતી.






Latest News