મોરબીમાં યુવાન પાસેથી 30 ટકા લાકડા જેવુ વ્યાજ વસૂલ કર્યા બાદ સહી વાળા ચેક સામે કરી 30 લાખની પઠાણી ઉઘરાણી !
SHARE
મોરબીમાં યુવાન પાસેથી 30 ટકા લાકડા જેવુ વ્યાજ વસૂલ કર્યા બાદ સહી વાળા ચેક સામે કરી 30 લાખની પઠાણી ઉઘરાણી !
મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા યુવાને 30 ટકાના તોતિંગ વ્યાજે રૂપિયા લીધેલ હતા જે મુદ્દલ રકમ પરત આપી દીધી હતી તેમ છતાં પણ યુવાને આપેલા સહિ કરેલ બે ચેક પૈકીનો એક ચેક યુવાનની જાણ બહાર બીજ શખ્સને આપી દેવામાં આવેલ હતો અને ત્યાર બાદ યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મકનસર ગામે આવેલ ગોકુળનગર સ્વામીના મંદિરની પાછળની શેરીમાં રહેતા અમિતભાઈ વિનોદભાઈ વાડોલીયા (26)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વાલજીભાઈ આલ રહે. ગોકુલનગર મકનસર તથા ઇમરાનભાઈ અને ઇમરાનભાઈની સાથે આવેલ અન્ય ત્રણ અજાણ્ય શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેણે દિલીપભાઈ પાસેથી અગાઉ 30 ટકા વ્યાજ લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા જે મુદ્દલ રકમ પરત ચૂકવી દીધી હતી તેમ છતાં પણ દિલીપભાઈએ ફરિયાદી પાસેથી જે તે વખતે તેની સહીવાળા બે ચેક લીધેલ હતા તે પૈકીનો એક ચેક દિલીપભાઇએ ફરિયાદીની જાણ બહાર આરોપી ઇમરાનભાઈને આપી દીધો હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ છે. અને ત્યારબાદ ઇમરાનભાઈ અને અન્ય ત્રણ શખ્સોએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી બાઈક લઇને ઘર તરફ જઈ રહેલા જેસાભાઈ રાયમલભાઈ રીણીયા (૨૪) રહે.ભાવપર માળીયા મીંયાણાને અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ નામના ૫૩ વર્ષના આધેડ નટરાજ ફાટક પાસેથી સાયકલ લઈને જતાં હતા તે સમયે પડી ગયા હોય શરીરે ઇજા થતાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. રાજકોટથી યાદી આવતા બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
આધેડનું મોત
મોરબીના જેતપર ગામે રહેતા બહાદુરભાઈ હમીરભાઈ અવાડિયા નામના ૫૧ વર્ષના આધેડ તેમના ઘરે અચાનક પડી ગયા હતા અને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તા.૪-૧૧ ના સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.જેમાં હાર્ટ એટેકના લીધે બહાદુરભાઇનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું હતું.