મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે રહેતા યુવાને તેના કાકા સાથે પરિવારિક મનદુખમાં સમાધાન કરી લેતા ચાર શખ્સોએ ધોક વડે અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE





મોરબીના સોખડા ગામે રહેતા યુવાને તેના કાકા સાથે પરિવારિક મનદુખમાં સમાધાન કરી લેતા ચાર શખ્સોએ ધોક વડે અને ઢીકાપાટુનો મારમાર્યો

મોરબીના સોખડા ગામે રહેતા યુવાનને તેના કાકા સાથે પારિવારિક મનદુખ હતું જેમાં તેણે સમાધાન કરી લેતા તે જ ગામના રહેવાસી અન્ય ચાર લોકોને તે સારું ન લાગતા તે બાબતનું મનદુઃખ રાખીને યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે યુવાનને ડાબા પડખા અને વાંસાના ભાગે મારમાર્યો હતો અને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નવા સોખડા ગામે રહેતા ચેતનભાઇ નથુભાઈ મકવાણા (30)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ ભીમજીભાઇ સુરેલા, મહેશભાઈ ભીમજીભાઇ સુરેલા, ભીમજીભાઈ પરસોતમભાઈ સુરેલા અને મનસુખભાઈ લાભુભાઈ સુરેલા રહે. બધા સોખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના કાકા રમેશભાઈ સાથે પારિવારિક મનદુખ હતું જેમાં તેને સમાધાન કરેલ હોય તે આરોપીઓને સારું નહીં લાગતા તે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી તથા ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો તેમજ યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

પિતા-પુત્ર સારવારમાં
મોરબીના નવલખી રોડ યમુનાનગર સોસાયટી પાસે સાવધારની વાડી વિસ્તારમાં રહેતા રમણીક રાજેશભાઈ લકુમ નામના ૨૪ વર્ષના યુવાનને તેના પિતા રાજેશભાઈએ મુઢ માર મારતા સારવાર માટે ખસેડાયો હતો જ્યારે રાજેશભાઈ છગનભાઈ લકુમ (ઉંમર ૪૯) રહે.સાવધારની વાડી યમુનાનગર પાસેને પુત્ર રમણીક દ્વારા માર મારવામાં આવ્યો હોય માટે ખસેડાયા હતા આમ સામસામે મારામારીમાં ઈજા પામેલ પિતા,-પુત્રને સારવારમાં ખસેડાતા બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જે બનાવમાં અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી (૪૩) રહે.ઇન્દિરાનગરને હાથે-પગે ઇજા થયેલ હોય સારવાર માટે લઇ જવાયા હતા.જ્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટી પાસે કરણ માનબહાદુર શર્મા નામનો ૧૮ વર્ષનો યુવાન કોઇ કારણસર ફીનાઇલ પી ગયો હોય સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના ઘુંટું ગામ નજીક વાહન સ્લીપ થવાના બનાવવા ધીરૂભાઈ પ્રભુભાઈ સાંથલિયા (૫૩) રહે.ઘુંટુ નામના આધેડને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News