ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામે બેઠક યોજાઇ
SHARE
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામે બેઠક યોજાઇ
મોરબીના લક્ષ્મીનગર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમની બેઠક મળી હતી જેમાં ગામ સમિતિની રચના કરીને હોદેદારોની વરણી કરવામાં આવી હતી અને આ બેઠકમાં સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે જુદાજુદા કાર્યક્ર્મ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ઠાકોર સેના સંગઠનના માધ્યમથી શિક્ષણ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરના આદેશ અનુસાર આવનારી તા. 26 મી જાન્યુઆરીના રોજ રાત્રે 3 વાગે ગાંધીનગર ખાતે યોજાનાર ઠાકોર સમાજનું મહાસંમેલનમાં મોટી સંખ્યામાં મોરબી જિલ્લામાંથી લોકોને હજાર રહેવા માટે આહ્વાન કર્યું હતું. અને સમાજ પર થતા ખોટા અત્યાચાર કઈ રીતે અટકાવા તે મુદે ચર્ચા કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ઠાકોર સેના સંગઠન વધુમાં વધુ મજબુત થાય તે દિશામાં કામ કરવા માટે આગેવાનોએ ટકોર કરી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, શહેર પ્રમુખ યોગેશભાઇ ઉઘરેજા, તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, તેમજ જીતુભાઈ પરમાર, અમિતજી ઠાકોર, મનીષભાઈ ઠાકોર, અજયભાઈ ઠાકોર, અક્ષયભાઈ ઠાકોર સહિતના હાજર રહ્યા હતા.