મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા


SHARE











ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા

હાલ ચાલી રહેલ ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા WER (ToT) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બે મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેરની પસંદગી કરવામાં આવી છે.

મહિલા સશક્તિકરણએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ક્યારેય માત્ર એક સૂત્ર રહ્યું નથી - તે તેમના અનુસરેલા અને ટેકો આપેલાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. મહિલાઓ માત્ર સહભાગીઓ જ નહીં પરંતુ વિકસિત ભારતને આકાર આપવામાં અગ્રેસર છે. રાજકારણમાં મહિલાઓને આગળ લાવવાની વાત હોય, ચૂંટણીમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું હોય કે પછી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની વાત હોય, તેમનો અભિગમ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસમાં જ હતો. મહિલાઓ પ્રતીકાત્મક ભૂમિકાઓથી આગળ વધે અને નેતૃત્વના મહત્ત્વના હોદ્દા પર આવે એવા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા મહીલા જન પ્રતિનિધિઓના ક્ષમતા નિર્માણ માટે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (SIRD), અમદાવાદ થકી ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી ચૂંટાયેલા બે મહિલા પ્રતિનિધિઓ માટે તા. 1 અને 2 ડિસેમ્બરના રોજ ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ યુનિવર્સિટી, રાયસણ, ગાંધીનગર ખાતે બે દિવસિય WER (ToT) વર્કશોપના આયોજનમાં માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવે છે.






Latest News