મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરીના ગુનામાં એક આરોપી ઝડપાયો


SHARE







વાંકાનેરના કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મઢમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુળાભાઈ રંગપરા (35)એ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઇ જાદવ રહે. મોટીમોલડી તાલુકો ચોટીલા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢએ આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને ત્યાં માતાજીના ફોટો ઉપર ચડાવવામાં આવેલ 500 ગ્રામ ચાંદીના બે છત્તર ની ચોરી કરીને લઈ ગયેલ છે જેથી 40,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખારચીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News