મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે વસીમ પીપરવાડિયા (મંસુરી) ચૂંટાયા, નવનિયુક્તહોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
SHARE
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ તથા તમામ વિધાનસભા બેઠકના કાર્યક્ષેત્રમાં યુથ કોંગ્રેસના પ્રમુખ માટે થઈને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં વિજેતા થયેલા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વસીમ પીપરવાડીયા (મંસુરી) સહિતની ટીમ ને શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત બનાવે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી
મોરબી જીલ્લાનાં તમામ વિધાનસભા ક્ષેત્રમાં યુવા કોંગ્રેસનાં પ્રમુખ માટેની ચુંટણી યોજાઇ હતી જેમા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે વસીમભાઈ પીપરવાડીયા (મંસુરી) ચુંટાઇ આવેલ છે જ્યારે મોરબી માળીયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે રાજભાઈ ખાંભરા, ટંકારા પડધરી વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે મિલનભાઈ સોરીયા, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે આબીદભાઈ ગઢવારા, હળવદ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે જીગ્નેશભાઈ પીપરીયા, મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ પદે ચિંતન રાજ્યગુરુ, માળિયા મિ. શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ પદે શાહિદ જામ, ટંકારા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ પદે રવિ ઘોડાસરા, વાંકાનેર શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ પદે શાકિબ શેરશિયા અને મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે કુલદીપસિંહ જાડેજા, મહામંત્રીના પદે મકબૂલ માથકિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ઇકબાલ સંઘવાણી અને ઇમરાન કડીવાર ચુંટાઇ આવેલ છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તેમજ મહેશભાઈ રાજકોટિયા, દીપકભાઈ પરમાર, અલ્પેશભાઈ કોઠીયા સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતની સમગ્ર ટીમનો અભિવાદન સમારોહ યોજાયો હતો