મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા
SHARE
મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા
મોરબી મહાપાલિકામા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી, ડ્રેનેજ સહિતના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામોનો વેરો ભરવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વભંડોળના કામો, નવી ગ્રામ પંચાયતમાં થનાર નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળના કામો તથા પાણી અને ડ્રેનેજના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં જોડાયેલ ગ્રામ પંચાયતના વેરા સ્વીકારવા સહિતના કામોની ચર્ચા કરાઈ હતી. તેમજ નવી સમાવેશ કરાયેલ ગ્રામ પંચાયતની 15માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત મારફત અપાશે. જેમાં 4.76 કરોડ તબક્કાવાર મહાપાલિકાને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ અને બોરીયા પાટીના તળાવ બ્યુટીફિકેશનનું કામ, તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. તથા સફાઈ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ છે. અને ખાસ કરીને ગ્રામ પંચાયતમાંથી આવેલ મિલ્કતોનો મહાપાલિકાના નિયમ મુજબ વેરો લેવો કે પંચાયતના નિયમ મુજબ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.