મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રેઝરર બિનહરીફ: 6 હોદા માટે 12 ઉમેદવારો મેદાનમાં


SHARE













મોરબી બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રેઝરર બિનહરીફ: 6 હોદા માટે 12 ઉમેદવારો મેદાનમાં

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિતના 11 હોદ્દેદારોની મુદત પૂરી થતી હોવાના કારણે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેનો ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને એક કારોબારી સભ્ય બિન હરીફ થઈ ગયેલ છે જો કે, હજુ 6 હોદા માટે 12 ઉમેદવારો મેદાનમાં છે અને આગામી મંગળવાર ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ મોરબી બારની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને પાંચ કારોબારી સભ્યો આમ કુલ મળીને 11 હોદ્દેદારો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો અને આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચાણીયા, ઉપપ્રમુખ પદ માટે દીપકભાઈ વાલજીભાઈ પારેઘી તથા ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભુવનભાઈ વાઘડિયાના એક-એક ફોર્મ આવેલ હોવાથી તે ત્રણેય હોદ્દા બિનહરીફ થઈ ગયેલ છે જ્યારે મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી અને જે પાંચ કારોબારી સભ્ય લેવાના છે તેમાં એક મહિલા અનામત હોય હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી પણ અનામત બેઠક ઉપર બિનહરીફ થઈ ગયા છે.

જોકે હજુ સેક્રેટરી માટે સોલંકી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ તથા ધ્રુમિલક કિશોરભાઈ ભીમાણી, જોઈન્ટ સેક્રેટરી માટે અતુલભાઇ છગનભાઈ ડાભી અને જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્ય માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, હુસેનભાઈ અનવરભાઈ કાટીયા, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારીયા, પ્રદીપભાઈ કે. કાટીયા, ઘનશ્યામભાઈ બી. આદ્રોજા, નીતિનભાઈ ભીમજીભાઈ પાડલીયા, યોગેશભાઈ આર. પારેજીયા અને રવિભાઈ દિનેશભાઈ ચાવડાએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે આમ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી માટે બે-બે ફોર્મ તથા ચાર કારોબારી સભ્યો માટે કુલ આઠ ફોર્મ ભરાયેલા છે અને આગામી મંગળવાર ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબી બાર એસો.ની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા રાજેશભાઈ બદ્રકીયા, અશોકભાઈ પરીખ, ખુશ્બુબેન કંઝારીયા અને સોનલબેન પરમાર પાસેથી જાણવા મળેલ છે કે, સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ મોરબી બાર એસોસિયેશન દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે તેને અલગ અલગ હોદા માટે 1000થી લઈને 21,000 સુધીની ફી રાખવામાં આવી હતી અને જે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે તેમાં અનામત બેઠક સિવાયના ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ ફી ની રકમ મોરબી બાર એસોસિએશનમાં જમા કરવામાં આવશે જો કે, હજુ છ બેઠક માટે 12 ઉમેદવારો છે તે પૈકીના કોઈ ઉમેદવારી તેના ઉમેદવારી પત્ર પરત ન ખેંચે તો આગામી તા. 19 ના રોજ મોરબી ન્યાય મંદિરના બાર એસોસિએશનના રૂમમાં સવારે 9:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી મતદાન યોજાશે.






Latest News