જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી 80 હજારનો દારૂ ભરેલ ગાડી ઝડપાઈ, 5.80 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાંથી 80 હજારનો દારૂ ભરેલ ગાડી ઝડપાઈ, 5.80 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ શેરી નં 2 માં નકુમ એન્જિનિયરિંગ વર્કના ડેલા ની સામેના ભાગમાં સ્વિફ્ટ ગાડી પડી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 80,000 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.80 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે ગાડીનો ચાલક ત્યાં હાજર ન હોય કાર ચાલક અને તપાસમાં જેના નામ  ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા પેરોલફર્લોની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં 2 માં આર.આર. ગેસ તથા શ્રીજી ગેસ એજન્સી વાડી શેરીમાં નકુમ એન્જિનિયરિંગ વર્ક ડેલાની સામેની શેરીમાં સ્વિફ્ટ ગાડી નંબર જીજે 27 ઇબી 3460 ઊભી હતી જે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 80,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5 લાખની ગાડી આમ કુલ મળીને 5.80 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી સ્થળ ઉપર તેની ગાડી મૂકીને નાસી ગયેલ હોય હાલમાં કાર ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

150 લિટર દેશી દારૂ ઝડપાયો

માળીયા મીયાણામાં રેલવે સ્ટેશન જવાના રસ્તે રહેતા હસીનાબેન હનીફભાઈ મોવરના મકાન બહાર આવેલ છાપરામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 30,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસીનાબેન હનીફભાઈ મોવર રહે. રેલવે સ્ટેશન જવાના રસ્તે માળિયા મીયાણા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News