મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી વેચવાનું કહીને યુપીના શખ્સે કરી 15.21 લાખની ઠગાઇ


SHARE













વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી વેચવાનું કહીને યુપીના શખ્સે કરી 15.21 લાખની ઠગાઇ

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી મશીન વેચવાનું છે તેવું કહીને તેની પાસેથી 15 લાખ રૂપિયા જેસીબીના તેમજ 21 હજાર રૂપિયા કમિશનના આમ કુલ મળીને 15.21 લાખ રૂપિયા લઈ લેવામાં આવેલ હતા જો કે, યુવાનને જેસીબી મશીન આપવામાં આવ્યું ન હતું અને તેની સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કર્યો છે જેથી ભોગ બનેલ યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે.

વાંકાનેરના પાંચદ્વારકા ગામમાં રહેતા ઝૂલ્ફીકારઅલી ઉસ્માનભાઈ બાદી (40)એ હાલમાં ભુપેન્દ્રભાઈ ઓમપ્રકાશ રહે. 59 કલ્યાણ માધ્યમિક સ્કૂલ રેવડી રેવડા મુરાદાનગર ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં અંજલી પ્લાઝામાં પટેલ અર્થ ખાતે આરોપીએ તેના કબજા વાળું જેસીબી નંબર યુટી 14 એનટી 8849 વેચવાનું છે તેવું કહ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયા જેસીબી મશીનના તેમજ દલાલીના 21 હજાર આમ કુલ મળીને 15.21 લાખ રૂપિયા લઇ લીધા હતા અને ફરિયાદીને જેસીબી વાહન આપવામાં આવ્યું હતું અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News