મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું


SHARE







મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા આધેડે તેના પત્નીને ઘરકામ બાબતે કહ્યું હતું જે બાબતે તેને લાગી હતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને  આપઘાત કરી લીધો હતો તેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા (55)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિએ ઘરકામ બાબતે કહ્યું હતું તે તેને લાગી આવતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ઉર્ફે કાનો અમરસીભાઈ દેથરીયા (35) રહે. ઇન્દિરાનગર મફતિયાપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 210 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.






Latest News