હળવદના રાતાભેર ગામેથી ચોરી કરેલ ત્રણ ભેંસ અને એક પાડી સાથે આરોપીની ધરપકડ
મોરબીમાં ડીલક્ષ પાન દુકાનમાંથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, દુકાનદારની ધરપકડ: સપ્લાયરની શોધખોળ
SHARE
મોરબીમાં ડીલક્ષ પાન દુકાનમાંથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, દુકાનદારની ધરપકડ: સપ્લાયરની શોધખોળ
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ધ ફોન હોટલની સામે આવેલ શિવસાગર કોમ્પ્લેક્ષમાં ડીલક્ષ પાન નામની દુકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ડ્રગ્સ, બે મોબાઇક ફોન અને ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા આમ કુલ મળીને 1,01,600 ની કિંમતનો મુદામાલ કબ્જે કરેલ છે અને એક આરોપીની ધરપકડ કરી હતી જો કે, માલ આપનારનું પણ નામ સામે આવ્યું છે જેથી કરીને બે શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પેસિફિક બિઝનેસ પાર્કમાં ફન હોટલ સામે ઇમ્પીરીયલ હોટલની બાજુમાં આવેલ શિવસાગર કોમ્પ્લેક્સમાં ડીલક્ષ પાન નામની દુકાન આવેલ છે અને આ દુકાનમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાની એસઓજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા 42 હજાર રૂપિયાની કિંમતનું ડ્રગ્સ, 30,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ડ્રગ્સનું વેચાણ કરીને મેળવેલા 29,600 આમ કુલ મળીને 1,01,600 ની કિંમતનો મુદા મલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા (25) રહે. હાલ કુબેરનાથ સોસાયટી ત્રિલોક ધામ પાસે મોરબી મૂળ રહે. જાળીવાળા કુવા પાસે ખળખળનગર નવાગામ ઘેડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કલ્પેશ રહે. ધાંગધ્રા વાળા પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મેળવ્યુ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને માલ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.









