વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે અકસ્માત બાદ કાર ચાલક સહિત બે શખ્સોએ પાઇપ-ધોકા વડે બાઇક ચાલકને મારમાર્યો


SHARE









વાંકાનેરના મેસરીયા પાસે અકસ્માત બાદ કાર ચાલક સહિત બે શખ્સોએ પાઇપ-ધોકા વડે બાઇક ચાલકને મારમાર્યો

વાંકાનેરના મેસરીયા ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલકે બાઈક સાથે તેની કાર અથડાવી હતી અને ત્યાર બાદ કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી જે બાબતનો ખાર રાખીને કાર ચાલક સહિત બે વ્યક્તિએ લોખંડના પાઈપ અને ધોકા વડે યુવાનને માર મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા રાજદીપભાઈ રવુભાઈ ખવડ (19)એ હાલમાં અજયભાઈ ધીરુભાઈ ભૂસડિયા અને વિનુભાઈ કેશુભાઈ ભૂસડિયા રહે. બંને મેસરીયા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 13 બીઇ 9941 લઈને પોતાના ગામ તરફ જતા હતા ત્યારે ઢાળીયા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી અજયભાઈએ તેની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 13 સીએફ 1396 લઈને નીકળ્યો હતો અને ફરિયાદીના બાઇક સાથે કાર અથડાવી હતી ત્યાર બાદ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી તે બાબતનો ખાર રાખીને અજયભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં મારમારીને ઈજા કરી હતી. અને વિનુભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 




Latest News