વાંકાનેરના મેસરીયા પાસે અકસ્માત બાદ કાર ચાલક સહિત બે શખ્સોએ પાઇપ-ધોકા વડે બાઇક ચાલકને મારમાર્યો
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
SHARE
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન સહિતના રહેવાસીઓને બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર વિગેરેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને અન્ય લોકોએ માનસધામ સોસાયટીમાં મકાન લીધેલ છે અને આરોપી તમામ બિલ્ડર હોય રેસીડેન્સીયલ સોસાયટી બનાવતા હોય છે તેવી જ રીતે માનસ ધામ સોસાયટી બનાવેલ હતી અને ત્યાં રહેતા ફરિયાદી તથા સોસાયટીના રહેવાસીઓને લાઈટ, પાણી, ગટર વિગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ફરિયાદી તેમજ સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી જેથી ફરિયાદી સહિત સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ ભટ્ટ ચલાવી રહ્યા છે









