માળીયા (મી)ના રોહીશાળા પાસે ડમ્પરમાં ફાટી ગયેલ ટાયર બદલતા સમયે પાછળથી ટ્રક અથડાતાં અકસ્માત: ઇજા પામેલા બે યુવાન સારવારમાં
SHARE
માળીયા (મી)ના રોહીશાળા પાસે ડમ્પરમાં ફાટી ગયેલ ટાયર બદલતા સમયે પાછળથી ટ્રક અથડાતાં અકસ્માત: ઇજા પામેલા બે યુવાન સારવારમાં
માળીયા (મી) તાલુકાનાં રોહીશાળા ગામ પાસેથી ડમ્પરનું ટાયર ફાટયું હતું જેથી તેનો ડ્રાઈવર અને કલીનર ડમ્પરમાં જેક લગાવીને ટાયર બદલાવવા માટેનું કામ કરી રહ્યા હતા ત્યારે હળવદ બાજુથી આવી રહેલા ટ્રક ચાલકે ડમ્પરની પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી ડમ્પરને ધક્કો લાગતા જેક ખસી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનના બંને પગ ડમ્પરના ટાયર નીચે દબાઈ જતા તેને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અને તેની સાથે રહેલ કલીનરને માથામાં ઇજા થતા બંને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા હરેશભાઈ ખોગજીભાઈ સનુરા (39)એ ટ્રક નંબર જીજે 12 એટી 9294 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર હળવદ બાજુથી માળિયા તરફ આવવાના રસ્તા ઉપર આવેલ ટેક વુડ ઇન્ડિયા એલએલપી નામની કંપની સામે રસ્તા ઉપરથી તે પોતાના હવાલા વાળું ડમ્પર નંબર જીજે 36 એક્સ 1221 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ડમ્પરમાં ટાયર ફાટ્યું હતું જેથી ફરિયાદી તથા સાહેબ ગોપાલભાઈ બંને ડમ્પરમાં ટાયર બદલાવવા માટે થઈને જેક ચડાવીને કામ કરી રહ્યા હતા દરમિયાન પાછળથી આવી રહેલ આરોપીએ પોતાનો ટ્રક ડમ્પરમાં ડ્રાઇવર સાઈડમાં પાછળના ભાગે ધડાકાભેર અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ડમ્પરનો જેક ખસી જવાના કારણે ફરિયાદીના બંને પગ ડમ્પરના ટાયર નીચે દબાઈ ગયા હતા તથા ગોપાલભાઈને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગાર
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ નજરબાગ રેલવે સ્ટેશન સાથે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા (28) રહે સોઓરડી મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે રોકડા રૂપિયા 1000 સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે









