મોરબી નજીક કારખાનાની ઓફિસમાં સગીરા સાથે અડપલાં કરનારા શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
Morbi Today
મોરબીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
મોરબીના શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાશે.આગામી રવિવાર તા. ૨૧-૧૨ ના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ત્રીજો માળ, નીલકંઠ પ્લાઝા-૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે યોજાશે.કેમ્પ દરમિયાન ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગે નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પમાં ડૉ. પુનિત પડ્સુંબીયા (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (એમડી) દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. કેમ્પમાં આવનારા દર્દીઓને પોતાની અગાઉની મેડિકલ રિપોર્ટ્સ સાથે લાવવાની વિનંતી કરવામાં આવી છે.કેમ્પ માટે પૂર્વ અપોઇન્ટમેન્ટ ફરજિયાત રહેશે.અપોઇન્ટમેન્ટ માટે મો.૯૫૧૨૪ ૧૦૦૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.









