મોરબીમાં મહાપાલિકાની ટીમે પકડેલ ગાયોને છોડાવી ગયેલ બે મહિલા સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
મોરબી નજીક કારખાનાની ઓફિસમાં સગીરા સાથે અડપલાં કરનારા શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
SHARE
મોરબી નજીક કારખાનાની ઓફિસમાં સગીરા સાથે અડપલાં કરનારા શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
મોરબી નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરવા માટે ગયેલ માતા સાથે ગયેલી સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસ આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે.
મોરબી તાલુકાના ટિંબડી ગામ નજીક આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાની અંદર ઓફિસમાં કામ કરવા માટે માતા ગઈ હતી અને તેની સાથે તેની સગીર દીકરી પણ ત્યાં ગઇ હતી ત્યા તે કારખાનામાં ઓફિસના વેઇટિંગ એરિયામાં હતી ત્યારે કારખાનાના સુપરવાઇઝર દ્વારા તે સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેની ટીમ દ્વારા આરોપી દિલીપભાઈ મગનભાઈ બાવરવા (48) રહે. પંચાસર રોડ મોરબી વાળાને પકડીને મોરબી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતો પ્રતિક જગદીશ (25) નામનો યુવાન ભડીયાદ રોડ ઉપર આવેલ તળાવ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે એકટીવા સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
વૃદ્ધ સારવારમાં
મુળી તાલુકાના સરા ગામે રહેતા નરસીભાઈ વરમોરા (75) નામના વૃદ્ધ મોરબીની મહેન્દ્ર ચોકડી પાસે હતા ત્યારે અજાણ્યા વાહન સાથે અથડાતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા જાનીબેન ગોવાભાઇ મુંધવા (56) નામના આધેડ મહિલા વાડીએ જતા હતા ત્યારે બાઈસાબ ગઢ ગામના રસ્તે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









