મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૭૧.૪૫ લાખની છેતરપિંડીનો ભોગ બનેલ યુવાનને પોલીસે ૪૧.૮૧ લાખની રકમ પરત અપાવી


SHARE











મોરબી જીલ્લામાં ૭૧.૪૫ લાખની છેતરપિંડીનો ભોગ બનેલ યુવાનને પોલીસે ૪૧.૮૧ લાખની રકમ પરત અપાવી

વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી હતી જેથી ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ કરીને ફ્રોડમાં ગયેલ રકમ પૈકી ૪૧.૮૧ લાખની રીકવર કરી હતી જે એસપીની હાજરીમાં મૂળ મલીકને પરત આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૩ ના ઓક્ટોબર માહિનામાં બોન્ઝા વિટ્રીફાઇડ પ્રા. લી.ના સંચાલક દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારાએ છેતરપિંડીની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સ એકસપોર્ટ કરે છે. અને એકસપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ/ કુપન પ્રદાન કરવામાં આવે છે. જેમાં બોન્ઝા વિટ્રીફાઇડના નામે સરકાર તરફથી . ૭૧,૪૫,૬૧૬ની કિંમતના ૨૯ નંગ લાયસન્સ/ કુપન જમા થયા હતા. જેને આરોપી ગઠિયાએ કંપનીની જાણ બહાર દેવેન્દ્રભાઇની કંપનીના કિંમતી દસ્તાવેજોને ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી દેવેન્દ્રભાઇની કંપનીના નામનુ bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કર્યો હતો અને દેવેન્દ્રભાઇની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ/ કુપન નંગ ૨૯ જેની કિંમત ૭૧,૪૫,૬૧૬ ને પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઈ દેવેન્દ્રભાઇની બોન્ઝા વિટ્રીફાઇડ કંપની સાથે છેતરપિંડી આચરી હતી. જે ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી અને તપાસ દરમ્યાન ૪૧,૮૧,૬૮૦ ની રકમ રીકવર કરીને એસપી મુકેશકુમાર પટેલ તેમજ ડીવાયએસપી વિરલ દલવારી અને પીઆઇ એન.એ,વસાવાની હાજરીમાં તે રકમ કોર્ટના હુકમ બાદ તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ મલીકને પરત આપવામાં આવેલ છે.






Latest News