મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE





માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માળીયા નજીક હરીપરની ગોળાઈ પાસેથી ઇકો ગાડી લઈને પસાર થઈ રહેલા યુવાનની ઇકો ગાડી આગળ જઈ રહેલા અજાણ્યા વાહનમાં પાછળના ભાગે અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને તેમાં ઈકો ગાડીના ચાલકને મોઢા, પેટ અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ગાડીમાં બેઠેલા અન્ય વ્યક્તિને પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાઢીયા ગામના રહેવાસી સાગરભાઇ રાજેશભાઈ ઉપાધ્યાય (31) એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે 12 એફડી 0211 ના ચાલક તેના મૃતક ભાઈ જયદેવભાઈ રાજેશભાઈ ઉપાધ્યાય (35) રહે. વાઢીયા તાલુકો ભચાઉ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર માળિયા તાલુકાના હરીપર ગામની ગોળાઈ  પાસેથી તેમના ભાઈ ઈકો ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આગળ જઈ રહેલા અજાણ્યા વાહનની પાછળના ભાગમાં ઇકો ગાડી અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને મોઢા, પેટ અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ ગાડીમાં તેઓની સાથે બેઠેલા ગુલામ જુમાભાઈને પગમાં ફેક્ર થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં વાહનમાં નુકશાન, યુવાનને ઇજા

રાજસ્થાનના રહેવાસી ડ્રાઇવર સલીમખાન મુસ્લિમ (30)એ હાલમાં ડમ્પર નં જીજે 36 એક્સ 3032 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલની સામે રોડની કટ ઉપરથી તેઓ પોતાના હવાલા વાળો ટ્રક નં જીજે 12 બીઝેડ 7116 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેનું ડમ્પર બેફિકરાયથી ચલાવીને ફરિયાદીના ટ્રકમાં અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી અને શરીરે ઇજાઓ થઈ હતી તથા વાહનમાં નુકસાન થયું હતું જેથી ઈજા પામેલા ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News