હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો
SHARE
હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો
હળવદમાં રહેતા યુવાનને પરિણીતા સાથે મિત્રતા હતી જે બાબતનું મનદુઃખ રાખીને મહિલાના પતિ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લોખંડના પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમારીને ઇજા કરી હતી અને તેના મોબાઇલમાં રેકોર્ડિંગ છે તેવું કહીને તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણી (24)એ હાલમાં લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા, પીન્ટુભાઇ કરમશીભાઈ ખાંભલીયા, રાજેશભાઈ કરમશીભાઈ ખાંભલીયા, નરોતમભાઈ જગાભાઈ રાવળદેવ અને લાલજીભાઈ ખાંભલીયાના કાકા રહે. બધા ભવાનીનગર ઢોરો વિસ્તાર હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લાલજીભાઈના પત્ની સાથે તેને મિત્રતા હતી જે બાબતનું મનદુઃખ રાખીને લાલજીભાઈ, પીન્ટુભાઇ અને રાજેશભાઈએ લોખંડના પાઇપ અને સળિયા વડે તેને ડાબા હાથમાં અને શરીરે માર મારીને ઇજા કરી હતી જ્યારે નરોતમભાઈ અને લાલજીભાઈના કાકાએ ફરિયાદીને ધોકા વડે મારમાર્યો હતો તેમજ તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ છે તેમ કહીને તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કુલ પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે