મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ


SHARE











મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ

 

જાંબુડીયા ગામ પાસે કાર-બાઇક અથડાયા : અન્ય બનાવોમાં 7ને ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરીવારની યુવતી કોલેજ જવા માટે નીકળી હતી. અહીંના છાત્રાલય રોડ  ખાતે કોલેજ નજીક પોતાનું એકટીવા પાર્ક કરીને મુકયા બાદ યુવતી કયાંક ગુમ થઇ જતા પરિવારે પોલીસને જાણ કરેલ છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શનાળા રોડ, સ્કાય મોલ સામેની રામનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઇ પ્રેમજીભાઇ પટેલએ પોલીસ મથક ખાતે જાણ કરતા જણાવ્યું હતું કે તેમની દિકરી પ્રિયાંસીબેન  ચંદ્રકાંતભાઇ પટેલ (ઉ.વ.19) તા. 18ના રોજ રાબેતા મુજબ સવારે સાતેક વાગે ઘરેથી એકટીવા લઇને નવા બસ સ્ટેશન પાછળ આવેલ કન્યા છાત્રાલય ખાતે જે.એ.પટેલ કોલેજ ખાતે અભ્યાસ માટે આવી હતી. અહીં પોતાનું એકટીવા પાર્ક કરીને મુકયા બાદ કયાંક ગુમ થઇ ગયેલ છે.

પરિવારે ઘરમેળે તપાસ કરી હતી છતાં પ્રિયાંસીબેનનો કયાંય પતો લાગ્યો ન હોય પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી સ્ટાફના વાલભા ચાવડાએ ગુમ થયેલ યુવતીની શોધખોળ હાથ ધરેલ છે. 

વાહન અકસ્માત
જુના નાગડાવાસ ગામે બાઇકમાં બેસીને વાડીએ જતા સમયે વાહન સ્લીપ થઇ જતા ઇજા પામેલા વનીતાબેન દેવસીભાઇ લાંબરીયા (પ7)ને સારવાર માટે દવાાને લઇ જવાયા હતા. જયારે જાંબુડીયા અને લાલપર વચ્ચે બાઇક કાર અકસ્માત બનાવમાં ઇજાઓ થતા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. તેમજ રાજપર ગામે કાર ચાલકે પાછળથી હડફેટે લેતા સાજણ મહેન્દ્રકુમાર દિપાકર નામના 16 વર્ષના તરૂણને ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વૃધ્ધ સારવારમાં
મોરબી રવાપર રોડ સભારાની વાડીમાં રહેતા મનજીભાઇ બધાભાઇ ડાભી (6ર) નામના વૃધ્ધ પુત્રના બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. તેમજ પંચાસર રોડ ઓઇલ મીલ નજીક બાઇક સ્લીપ જતા રોશનબેન સલેમાનભાઇ સંધી (6ર) રહે. સરોવરની પાળ પાસે પંચાસર રોડને સારવાર માટે લઇ જવાયા હતા. જયારે રવાપર રોડ નીલકંઠ સ્કુલ સામેના ગોકુલનગરમાં રહેતા વિરલભાઇ અશોકભાઇ મહેતા (39)ને મારામારીમાં ઇજાઓ થતા સિવિલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં 
મોરબી જુના બસ સ્ટેશન પાસે બાઇક સાથે બાઇક અથડાતા મધારામ પ્રભુરામ પટેલ (33) રહે. મુળ રાજસ્થાન હાલ વાવડી રોડ, ઉમિયા પાર્કને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ પંચાસર રોડ હનુમાન મંદિર પાસેથી પગપાળા જઇ રહેલા હાર્દિક માધવજીભાઇ પરમાર (17) રહે. ડૈડકલાની વાડી નાની કેનાલ પાસેને છોટા હાથીના ચાલકે પાછળથી હડફેટે લેતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો






Latest News