મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ


SHARE





હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ

હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોક્યો હતો અને તેને ચેક કરતાં તેની પાસેથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જયારે નવા સુંદરગઢ ગામની સીમમાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 125 લિટર આથો અને 3 લિટર દારૂ સાથે મહિલા આરોપીને પકડવામાં આવી હતી.

હળવદ તાલુકાના કડીયાણાથી માથક જતા રોડ ઉપર રણછોડગઢ ગામના પાટીયા નજીક આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 2000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી નિખીલ રાજુભાઈ ગોહિલ (20) રહે. માથક તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામની સીમમાં નીતાબેન પીપળીયાના રહેણાંક મકાને દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 125 લીટર આથો તથા 3 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 3,750 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી નીતાબેન દેવજીભાઈ પીપળીયા (32) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News