મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીના જુના રફાળેશ્વર રોડે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના જુના રફાળેશ્વર રોડે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ યુપીનો રહેવાસી સંદીપકુમાર જટાશંકર યાદવ (25) નામનો યુવાન મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અલ્પેશભાઈ જયંતીભાઈ પારેજીયા રહે. મહેન્દ્રનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ.એચ.પરમાર ચલાવી રહ્યા છે