હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી
મોરબી શહેર અને તાલુકામાં મકાન અને ફ્લેટ ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા મકાન માલિકોની સામે પોલીસે જાહેરનામા ભંગના જુદાજુદા જુદાજુદા 3 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે ઓર્સન ઝોન કોલોનીમાં આવેલ એપાર્ટમેન્ટનો ફ્લેટ નંબર 201 માં બહારના માણસોને ભાડે આપવામાં આવ્યો હતો જોકે, ભાડા કરાર નહીં કરીને તથા ભાડુઆતની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી જેથી મકાન માલિકે કલેકટરને જાહેરનામાનો ભંગ કર્યો હોય હાલમાં રેમેશભાઈ કિશોરભાઈ ભાલોડીયા (42) રહે. મોરબી વાળા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં જુદાજુદા બે મકાન પરપ્રાંતિયોને ભાડે આપવામાં આવ્યા હતા અને તેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હોય હાલમાં અલ્તાફભાઈ હાજીભાઈ ખુરેશી (35) રહે. કબીર ટેકરી મોરબી તેમજ રમેશભાઈ જીવાભાઇ અગેચાણીયા (55) રહે. કબીર ટેકરી મોરબી વાળા સામે ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.