બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ
SHARE
બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ
એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં જે દીપુ ચંદ્ર દાસ નામના સનાતની યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવેલ છે તેના વિરોધમાં મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિન્દુ ભગીરથસિંહ રાઠોડના નેતૃત્વમાં અઢારે વર્ણના હિન્દુઓની હાજરીમાં કરવામાં આવેલ હતો. તથા ગુજરાત બહારના જે હિન્દુઓ અલગ અલગ રાજ્યમાંથી અહી આવીને સ્થાયી થયેલ છે તેઓ પણ તેમાં જોડાયા હતા અને સૂત્રોચાર કરીને નારા બોલી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે સરકારને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ માધ્યમથી હિન્દુઓને સુરક્ષિત કરવા માટે સરકાર કાર્ય કરે ત્યાર બાદ જેહાદી માનસિકતાના પૂતળુંનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા તથા એક મિનિટનું મૌન પાળી હિન્દુ યુવક દીપુ દાસની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી