મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચો આપવો પડશે તેવું કહીને યુવાનને માર મારનાર વધુ બે જેલ હવાલે


SHARE











મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચો આપવો પડશે તેવું કહીને યુવાનને માર મારનાર વધુ બે જેલ હવાલે

મોરબીમાં યુવાનને ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનનું અપહરણ કરીને તેનું એકટીવા પડાવી લેવામાં આવ્યું હતું જેમાં ત્રણની સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.જે પૈકી એક આરોપીને અગાઉ પકડવામાં આવ્યો હતો.બાદમાં વધુ બે ઇસમોને પકડીને જેલ હવાલે કરાયા છે.

મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-૩ માં રહેતા શૈલેષભાઈ તુલસીભાઈ મુછડીયા (૨૮) એ જેતે સમયે અહેમદ મેમણ રહે. વીસીપરા મોરબી તથા અજાણ્યા બે માણસો આમ કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ છે કે, પોતે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે આરોપી અહેમદ મેમણએ કહ્યું હતું કે, અગાઉ ખોટી રીતે ફરિયાદીના લીધે કોર્ટ કચેરીમાં ખર્ચો થયેલ છે તે ખર્ચો તેને આપવો પડશે તેમ કહીને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદીનું અપહરણ કરીને લઈ ગયા હતા અને તેનું એકટીવા બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવ્યું હતું. તથા ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ કેસમાં થોડા સમય પહેલા અહેમદ ઉર્ફે અનુ રફીકભાઈ ડોસાણી જાતે મેમણ (૨૩) રહે.મદીના સોસાયટી મોરબી હાલમાં રહે.મેમણ કોલોની ખાટકીવાસ મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.અને બાદમાં એસસીએસસી સેલના ડીવાયએસપી દલવાડી દ્વારા આ ગુનામાં રમજાન ઉર્ફે લાવો મહેબૂબ બેલીમ સિપાઈ (૨૪) રહે.દરગાહ પાસે ભવાની ચોક મોરબી અને સાહિલ ઉર્ફે અલી હુસેન દરજાદા મકરાણી (૨૩) રહે.નાની બજાર નાની મસ્જીદ પાસે મોરબી વાળાને પકડવામાં આવ્યા હતા અને તેઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.






Latest News