મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચો આપવો પડશે તેવું કહીને યુવાનને માર મારનાર વધુ બે જેલ હવાલે
માળીયા (મી)ના અંજીયાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
SHARE
માળીયા (મી)ના અંજીયાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 11,970 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા તાલુકાના અંજિયાસર ગામે પાણીના ટાંકાની પાછળના ભાગમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ડાડાભાઈ દાઉદભાઈ જેડા, ઈકબાલભાઈ ગુલામહુસેન ભટ્ટી, ઈસ્માઈલભાઈ હારુનભાઇ ભટ્ટી અને નિજામભાઈ સીદીકભાઈ જેડા રહે બધા અંજિયાસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,970 ની રોકડ કબજે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે