મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરપુર રોડ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં લખધીરપુર રોડ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર લખધીરપુર રોડની સામેના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતાં ટ્રક ડમ્પરના ચાલકે યુવાનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી આશિષભાઈ ભાગીરથભાઈ અહીરવાલ (25)એ અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લખધીરપુર રોડની સામેના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર તેમના ભાઈ સતિષભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેનું વાહન બેદરકારીથી ચલાવ્યું હતું અને ફરિયાદીના ભાઈને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ સતિષભાઈને બંને પગમાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News