મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી શાળાના નવ વિદ્યાર્થીઓએ ડે વિથ કમિશનર અંતર્ગત મહાપાલિકાની અત્યંત જટિલ કામગીરી જાણી અને સમજી


SHARE













મોરબીની જુદીજુદી શાળાના નવ વિદ્યાર્થીઓએ ડે વિથ કમિશનર અંતર્ગત મહાપાલિકાની અત્યંત જટિલ કામગીરી જાણી અને સમજી

મોરબી મહાપાલિકા દ્વારા એક વર્ષ પૂરું થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે MMC@1 અન્વયે એ ડે વિથ કમિશનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની 9 શાળા માંથી 9 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ વિધાર્થીઓ મહાપાલિકાની કામગીરીની સમજ વિકસાવવાનો તથા આગામી સમયમાં કોઈ વિદ્યાર્થીને મહાપાલિકાના કમિશનર તરીકે કામગીરી કરવાની થાય તો કેવી રીતે કરવી જોઈએ. અને કમિશનર કક્ષાના અધિકારીએ શહેરની સુખાકારી માટે કયા મુખ્ય પ્રશ્નો પર ધ્યાન આપવાનું હોય છે. તેની માહિતી આપવામાં આવી હતી.

એ ડે વિથ કમિશનર માં બાળકોને વહેલી સવારથી કમિશનર સ્વપ્નિલ ખરે સાથે રહ્યા હતા અને જુદાજુદા વિસ્તારમાં મહાપાલિકાની કચેરી આવેલ છે ત્યાં જઈને કઈ રીતે કામ કરવાં આવે છે તેની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. ત્યાર બાદ ક્લસ્ટર ઓફીસમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી, ત્યારબાદ તમામ વિદ્યાથીઓએ સફાઈ તથા અન્ય કામગીરીઓનું સાઈટ વિઝીટ કરી હતી અને કમિશનર સાથે વિદ્યાર્થીઓએ મનપાની મિટિંગ કરી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે "યુવા માર્ગદર્શન કાર્યક્રમ" કે જેમાં મનપા ના વિવિધ અધિકારીઓ દ્વારા આશરે 750 થી 800 વિધાર્થીઓને કેરિયર અંગેનું માર્ગદર્શન આપવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને એક વિદ્યાર્થીણીએ મહાપાલિકાના કમિશનર તરીકે પ્રતિકાત્મક ફરજ બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં હાજર રહેલ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનપાના કમિશનર તરીકે ફરજ બજાવવાની કામગીરી અત્યંત જટિલ છે, મહાનગરપાલિકા સતત લોકો માટે દિવસ રાત પ્રયત્ન કરી લોકોની સુખાકારી જાળવવા માટે કામગીરી કરે છે, આ કામગીરીની સમગ્ર સમીક્ષા કરતા કહી શકાય કે મનપાની વિસ્તૃત કામગીરી રહે છે જેમાં જુદા જુદા વિભાગો હોય છે તમામ વિભાગો દ્વારા અલગ અલગ ટાસ્ક એચિવડ કરવાના થતા હોય છે જેનું સંપૂર્ણ પણે નિરીક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવતું હોય છે.






Latest News