મોરબી સહિત ગુજરાતમાં ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડનું વળતર આપવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડનું વળતર આપવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આવતીકાલે મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવાના છે ત્યારે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનોને પાથરવા માટે જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક વીજ પોલ દીઠ બે કરોડ રૂપિયા આપવામાં આવે, માસિક 50,000 રૂપિયા ભાડું આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવશે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ સહિતના અગ્રણીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર હાલમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સોલાર વીજ લાઈન તથા વિન્ડ વિજલાઇન પાથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૂપે એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે તથા તેઓને માસિક 50,000 રૂપિયા જેટલું ભાડું આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા જે પરિપત્રો કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લેવાના બદલે તેને અવગણીને ખેડૂતોને જે મામુલી વળતર ચૂકવવામાં આવે છે તેના બદલે ખેડૂતોને રાજસ્થાન સરકારે જે રીતે બજાર કિંમત કરતા ચાર ગણું વળતર ચૂકવવા માટેનો પરિપત્ર કર્યો છે આવી જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવામાં આવે તે સહિતની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારે મોરબી, જામનગર સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેવી માહિતી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.