મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનના પોલ ઊભા કરતાં પહેલા માળીયા (મી) તાલુકાનાં 7 ગામના ખેડૂતોને પૂરતું વળતર આપવા માંગ


SHARE















કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનના પોલ ઊભા કરતાં પહેલા માળીયા (મી) તાલુકાનાં 7 ગામના ખેડૂતોને પૂરતું વળતર આપવા માંગ

કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈન માળીયા (મી) તાલુકાનાં ઘણા ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે જેથી ત્યાં વીજપોલ ઊભા કરવા માટે ખેડૂતોને શું વળતર મળશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને હાલમાં ખેડૂતોને નોટિસો મળી રહી છે ત્યારે આજે જુદા જુદા સાત ગામના ખેડૂતો દ્વારા ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેઓને વધુમાં વધુ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી

આજે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા, મોટાભેલા, નાના દહીસરા, મોટા દહીસરા, ભાવપર, બોડકી સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ખેડૂતોને રિલાયન્સની વીજ લાઈન જે કચ્છથી જામનગર સુધી જાય છે તેના વીજપોલ ઉભા કરવા માટે થઈને નોટિસો આપવામાં આવેલ છે જોકે, હજુ સુધી ખેડૂતોને કેટલું વળતર મળશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતોમાં હાલમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે તેવું ખેડૂત આગેવાન નંદલાલ કૈલાએ જણાવ્યુ છે.

નાનાભેલા ગામના સરપંચ ભાવિકભાઈ કાવરએ જણાવ્યુ હતું કે, ખાનગી કંપની વીજ ઉત્પાદન કરીને તેમાંથી કમાણી કરવાની છે ત્યારે ખેડૂતોને વધુને વધુ વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. ખાસ કરીને ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે અને વીજ પોલ ઉભા કરવાના છે તે વિકાસના કામનો કોઈ વિરોધ નથી પરંતુ ખેડૂતોની ખેતીની જમીન ઓછી થાય છે, બજાર કિંમતમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે,  ફળદ્રુપતામાં ઘટે છે, વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતો અને તેના પરિવારજનોને સતત રહેતો હોય છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે

માળીયા તાલુકાનાં ખેડૂતોએ કેટલીક માંગણીઓ પણ મૂકી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના પાવર વિભાગની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપો, અન્ય રાજ્યમાં ખેડૂતોને વીજપોલ ઊભા કરવા માટે થઈને વળતર આપવામાં આવ્યું હોય તેનો અભ્યાસ કરીને અહીના ખેડૂતોને વધુમાં વધુ વળતર આપો, જે જગ્યાએ વીજ પોલની કામગીરી થતી હોય ત્યાં પોલીસ બંદોબસ્તની ફાળવણી ક્યાં હેતુથી કરવામાં આવે છે ?, ખેડૂતોને ભયભીત કરવાનું બંધ કરો, રાજ્યમાં વર્ષ 2017, 2019, 2021 અને 2024 માં જે હેવી બીજ લાઈન પસાર થયેલ છે તેના માટે ખેડૂતોને ચૂકવવામાં આવેલ વળતરનો અભ્યાસ કરીને માળિયા તાલુકાના ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી છે.

અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ ગામની આજુબાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં જો ખાનગી વીજ કંપનીનો વીજ પોલ આવતો હોય તો ત્યાં વધુ વળતર નક્કી કરવામાં આવે છે આમ સરકારી જમીન તથા ખેડૂતોની જમીન માટે ચૂકવતા વળતરમાં પણ વિસંગતતા હોય છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે અને ખેડૂતોને ધમકીઓ આપીને ડરાવવાના બદલે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News