મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીમાં દીવાલમાં બાકોરું કરીને બે અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવતા નરાધમો


SHARE















ઘોર કળયુગ: મોરબીમાં દીવાલમાં બાકોરું કરીને બે અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવતા નરાધમો

વર્તમાન સમયમાં સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબીની અંદર આવેલ એક સેવાભાવી સંસ્થા ખાતે રાખવામાં આવેલ અસ્થિર મગજના એક નહીં પરંતુ બે મહિલાઓને હવસખોર શખ્સો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ગુનો નોંધીને અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવનાર નરાધમોને પકડવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે

સોશિયલ મીડિયાના યુગમાં આંગળીના ટેરવે જ્યારે આખી દુનિયા રમતી થઈ ગઈ છે ત્યારે મોબાઇલ સ્ક્રીન ઉપર ઘણી વખત ઉત્તેજના યુક્ત વિડિયો અને ફોટો જોયા બાદ દુષ્કર્મની ઘટના બનતી હોય છે તેવું એક નહીં પરંતુ અનેક વખત સામે આવી ચૂક્યું છે આટલું જ નહીં પરંતુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો, નાની બાળાઓ, સગીરાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ જુદાજુદા વિસ્તારમાંથી સામે આવતી હોય છે. તેવામાં આવો જ એક બનાવ મોરબી શહેરી વિસ્તારમાં બનેલ છે.

મોરબીમાં આવેલ એક સેવાભાવિ સંસ્થા કે જ્યાં અસ્થિર મગજના બે મહિલાને રાખીને તેઓની સેવાચાકરી કરવામાં આવતી હતી તે તબે અસ્થિર મગજની મહિલાઓને અજાણ્યા શખ્સો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે અને રાત્રી દરમિયાન બંને મહિલાઓને જે જગ્યા ઉપર રૂમમાં રાખવામાં આવે હતી તે રૂમમાં ઘૂસીને હવસખોર શખ્સો દ્વારા બંને મહિલાઓની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અસ્થિર મગજના બે મહિલાઓને જે રૂમમાં રાખવામા આવી હતી ત્યાં સુધી જવા માટે હવસખોર શખ્સો દિવસ કૂદીને અંદર આવ્યા હતા ત્યાર બાદ દીવાલમાં બાકોરું કરીને હવસખોર શખ્સો રૂમમાં આવ્યા હતા અને મહિલાઓને હવસનો શિકાર બનાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.






Latest News