મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા-માટેલ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા-માટેલ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપરથી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મકનસર ગામની સીમમાં સરતાનપર રોડ ઉપર આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અને રહેતા મુકુટસિંહ મોહનલાલ જાટવ (35એ અજાણ્યા વાહનચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઈલીન સીરામીક પાસેથી જીતેન્દ્રભાઈ કનૈયાલાલ માલવી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા જીતેન્દ્રભાઈને શરીરને ગંભીર ઇજા થઈ હતી અને આ બનાવમાં તેનું મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જનાર વાહન ચાલક ત્યાંથી પોતાનું વાહન લઈને નાસી ગયેલ હોય અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News