વાંકાનેરના ઢુવા-માટેલ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
વાંકાનેર નજીક વડસલ તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
વાંકાનેર નજીક વડસલ તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ઇજા પામેલ યુવાન સારવારમાં
વાંકાનેરના કોઠારીયા રોડ ઉપર વડસલ તળાવ પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે તેના ટ્રકની પાછળના ઠાઠાના ભાગમાં વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જે બંને બનાવમાં બંને ટ્રકની અંદર નુકસાન થયું હતું જોકે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલકને ડાબા પગના ઢીંચણમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા છે અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જામખંભાળિયાના કંચનપુર ગામના રહેવાસી મહેશભાઈ લખમણભાઇ સરસીયા (29) એ પ્રકાશભાઈ રહે.બાડમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના કોઠારીયા રોડ વડસલ તળાવ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ટ્રક નંબર જીજે 37 ટી 6072 લઈને જતાં હતા ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 8127 લઈને આરોપી આવી રહેલ હોય તેણે ફરિયાદીના ટ્રકમાં જમણી બાજુએ ઠાઠાના ભાગે વાહન અથડાયું હતું જેથી કરીને બંને વાહનોમાં નુકસાન થયું હતું અને અકસ્માતના બનાવમાં આરોપીને ડાબા પગના ઢીંચણમાં ફ્રેક્ચર જેવી ગંભીએ ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









