હળવદના ચરાડવા ગામે કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ચરાડવા ગામે કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગર સોસાયટીમાં મકાન પાસે કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે મહિલાને ઢીકાપાટુનો મારમારી નીચે પાડી દેવામાં આવતા તેને જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ મહિલાને ગાળો આપીને જાન થી મારે નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના ચરાડવા ગામે ગોપાલનગર સોસાયટીમાં રહેતા વનિતાબેન જયંતિભાઈ ચાવડા (46)એ વસંતબેન રમેશભાઈ સોનાગ્રા, તુષારભાઈ રમેશભાઈ સોનાગ્રા, રમેશભાઈ હરજીભાઈ સોનાગ્રા અને દિનેશભાઈ હરજીભાઈ સોનાગ્રા રહે. બધા ચરાડવા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના ઘર પાસે આવેલ કોમન પ્લોટમાં બાવળ કાઢવા બાબતે વસંતબેન દ્વારા ફરિયાદી સાથે જપાજપી કરી તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુષારભાઈએ ફરિયાદીને ધક્કો મારીને નીચે પાડી દેતા ફરિયાદી મહિલાને જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જ્યારે રમેશભાઈ અને દિનેશભાઈએ પાછળથી ત્યાં આવીને ફરિયાદી મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે