કાંટે કી ટક્કર: મોરબીના રવાપરમાં સરપંચ માટે નિતિનભાઈ ભટાસણા, ઘૂટુંમાં દેવજીભાઈ પરેચા વિજેતા
મોરબીના રોહીદાસપરામાં જુગાર રમતા ૧૭ શખ્સો પકડાયા
SHARE








મોરબીના રોહીદાસપરામાં જુગાર રમતા ૧૭ શખ્સો પકડાયા
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં વંડા પાસે અને વંડામા જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુદીજુદી બે રેડમાં કુલ મળીને ૧૭ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં વંડા જુગારની રેડ કરી હતી ત્યારે રફીકભાઇ નુરમામદભાઇ જામ, હાસમભાઇ જુમાભાઇ સુમરા, અમીતભાઇ સુરેશભાઇ ઝંઝવાડીયા, એમદભાઇ મામદભાઇ લાખાભાઇ સુમરા, રમેશભાઇ રવજીભાઇ ચૌહાણ, મેહુલભાઇ ગોવીંદભાઇ ચૌહાણ, મહેસભાઇ દેવજીભાઇ બાબુભાઇ ચૌહાણ, રાજેશભાઇ ગોવીદભાઇ રાઠોડ અને મહેશભાઇ ખેંગારભાઇ સોલંકી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા ૫૩૮૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
આ ઉપરાંત રોહીદાસપરા વિસ્તારમાં વંડાની પાસે જુગારની રેડ કરી હતી ત્યારે નરેશભાઇ તેજાભાઇ પરમાર, મનીષભાઇ અમરશીભાઇ ચૌહાણ, મુકેશભાઇ હિરાભાઇ ચાવડા, જયદીપભાઇ ભરતભાઇ ચાવડા, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ, રમેશભાઇ દલપતભાઇ ચૌહાણ, સંજયભાઇ કલાભાઇ ચૌહાણ અને જયેશભાઇ દેવજીભાઇ સોલંકી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા ૬૫૦૦ કબજે કર્યા હતા અને આગળની કાર્યાવહી કરી હતી
