મોરબી જીલ્લામાં સરપંચની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની હાર્યા
SHARE








મોરબી જીલ્લામાં સરપંચની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની હાર્યા
મોરબી જીલ્લામાં આવેલ ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની ઉમેદવાર હતા જેની સામે હરીફ ઉમેદવારને વધુ મત મળ્યા છે જેથી કરીને હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હાર્યા છે
મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની જશુબેન પરષોતમભાઈ સાબરીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને આગૌ તે ત્રાજપર પંચાયતના સરપંચ હતા જો કે, આ વખતે તેઓએ ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ફરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં મત ગણતરીના અંતે ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ધારાસભ્યના પત્ની જશુબેન પરષોતમભાઈ સાબરીયાની હાર થયેલ છે અને આ ગામમાં સરપંચ તરીકે જયંતીભાઈ ઝીન્ઝુંવાડિયાનો વિજય થયો છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વિનોદભાઇ નાથાભાઇ ડાભીની આગેવાનીમાં આ વખતે ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી હરીફ ઉમેદવાર લડ્યા હતા જેમાં ધારાસભ્યના પત્નીને હારનો સામનો કરવો પડ્યો છે
