મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા
કાંટે કી ટક્કર: મોરબીના રવાપરમાં સરપંચ માટે નિતિનભાઈ ભટાસણા, ઘૂટુંમાં દેવજીભાઈ પરેચા વિજેતા
SHARE








કાંટે કી ટક્કર: મોરબીના રવાપરમાં સરપંચ માટે નિતિનભાઈ ભટાસણા, ઘૂટુંમાં દેવજીભાઈ પરેચા વિજેતા
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં આજે સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી કરવામાં આવી હતી અને દિવસ દરમ્યાન ઘણા ચડાવ-ઉતાર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે જો વાત કરીએ સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલ ગ્રામ પંચાયતની તો મોરબી તાલુકાની રવાપર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવાર હતા જેમાં સૌથી વધુ મત નીતિનભાઈ ભટાસણાને મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાની કુલ મળીને ૧૯૭ ગ્રામ પંચાયતની આજે મતગણતરી કરવામાં આવી હતી ત્યારે દરેક તાલુકાની અંદર જુદા જુદા સેન્ટર નક્કી કરીને મતગણતરી કરવામાં આવી હતી અને એક પછી એક ગામ આગળ વધી રહ્યા હતા અને અનેક ચડાવ-ઉતાર વચ્ચે આજે મોડી રાત્રે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વિવાદ આ સમગ્ર મતગણતરી દરમિયાન જોવા મળેલ નથી જોકે માળીયા તાલુકાના વાધરવા ગામે વાંકાનેર તાલુકાના પાજ ગામની અંદર સરપંચ પદ માટે બંને ઉમેદવારમાં ટાઈ થઈ હતી જેથી ત્યાં ચિઠ્ઠી ઉછળીને સરપંચ નક્કી કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત જો વાત કરીએ તો મોરબી તાલુકાની નારણકા ગ્રામ પંચાયત પણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી કારણ કે આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ સામે સામે ચૂંટણી લડી રહ્યા હતા દરમિયાન આ ચૂંટણીમાં દેરાણી અને જેઠાણીને મહાત આપીને ભત્રીજા વહૂનો વિજય થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાના રવાપર ગામમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો રેસમાં હતા અને ભારે ચડાવ-ઉતારના અંતે આ ગ્રામ પંચાયતમાં સરપંચ માટેના ઉમેદવારોમાંથી નીતિનભાઈ ભટાસણાને સૌથી વધુ મત મળ્યા હતા જેથી તેને ૭૩૪ માટની લીડ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી તાલુકાના ઘુટુ ગામે ચૂંટણીનો જંગ જામ્યો હતો અને જયાબેન દેવજીભાઈ પરેચા ૯૬૨ મતની લીડ સાથે વિજેતા બનેલ છે
