મોરબી જીલ્લામાં અણધાર્યા પરિણામ પછી પણ ગામડામાં એકતા અખંડ: સૌથી મોટી લીડ સાથે કોણ બન્યું વિજેતા ?
SHARE








મોરબી જીલ્લામાં અણધાર્યા પરિણામ પછી પણ ગામડામાં એકતા અખંડ: સૌથી મોટી લીડ સાથે કોણ બન્યું વિજેતા ?
મોરબી જિલ્લામાં પાંચ સ્થળોએ ગઇકાલે ૧૯૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલુ થઇ હતી. જેમા અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને ક્યાક દેરાણી જેઠાણી હર્યા તો ક્યાક માજી સરપંચો હાર્યા, મોરબી જિલ્લાની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી રહેલા ધારાસભ્યના પત્ની પણ હાર્યા આમ અનેક અણધાર્યા પરિણામ દિવસ દરમ્યાન આવ્યા હતા જો કે, મજાની વાતએ રહી કે ચૂંટણી પૂરી થતાની સાથે જ ગામની એકતા અને અખંડતા જળવાઈ રહે તેના માટે ગામના આગેવાનો, વડીલો તેમજ યુવાનો દ્વારા પરિણામ જે આવ્યું હોય તે પણ ગામના લોકોની સુખકરી અને ગામના વિકાસ માટે સાથે ક કરવાની મોટાભાગના ગામના વિજેતા અને હરીફ ઉમેદવારોએ તૈયારી દર્શાવી હતી
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં જે ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ હતી તેમાં વિજેતા સરપંચોના નામ ઉપર નજર કરીએ તો ચકમપર ગામે સરપંચ અવનીબેન કાલરીયા, જેપુર ગામે સરપંચ વસંતાબેન નરેશભાઇ કાવઠીયા, લખધીરનગર ગામે ધર્મીષ્ટાબેન મેહુલભાઇ ફેફર, માનસર ગામે સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ, જોધપર (નદી) ગામે સરપંચ હંસાબેન દિનેશભાઇ સુરેલા, રાજથરી ગામે સરપંચ પદે જયેશભાઈ રોજાસરા, વાંકાનેરના રંગપર ગામે ભરત રાણાભાઇ મકવાણા, વાંકાનેરના લાલપર ગામે સરપંચ અમીનાબેન અલાઉદ્દીનભાઈ ખોરજીયા, જેતપરડા ગામે સરપંચ સુમૈયાબેન ઈલ્મુદિન શેરસીયા, કાંતિપુર ગામે રમેશભાઈ કલોલા, મોડપર ગામે સંગીતાબેન કગથરા, બરવાળા ગામે ભરતભાઈ બાવરવા, કાલીકાનગર ગામે જેન્તીભાઈ ખેંગારભાઈ, રાપર ગામે અશોકભાઈ વિડજા અને કેરાળા ગામે પંકજભાઇ પ્રેમજીભાઈ સોલંકી, મોરબીના પીપળી ગામે સરપંચ ચેતનાબેન જેઠલોજા, રામગઢ (કોઈલી) ગામે સરપંચ નિતેશભાઈ કાસુન્દ્રા, થોરાળા ગામે સરપંચ અમૃતલાલ અંબાણી, લીલાપર ગામે સરપંચ મંજુલાબેન મનજીભાઈ દેત્રોજા, વિરપરડા ગામે સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા છે.
હળવદ તાલુકાના નવા અમરાપરમાં સરપંચ સંજય ઠાકોર, રાણેકપર ગામે સરપંચ મનસુખ ઠાકોર, પ્રતાપગઢ ગામે સરપંચ દિપક મોરતરીયા, જોગડ ગામે સુનિતાબેન ઠાકોર, ઢવાણા ગામે સરપંચ રંજનબેન કોળી, માણેકવાળા ગામે સરપંચ નિષાબેન કટોણા, જુના માલણીયાત ગામે સરપંચ રમીલાબેન દલસુખભાઈ, સરંભળા ગામે સરપંચ અનિલભાઈ ગઢવી, કેદારીયા ગામે સરપંચ વિષ્ણુભાઈ સિંહોરા, ઘણાંદ ગામે સરપંચ ભાવનાબેન પોપેણીયા, મયુરનગર ગામે સરપંચ ભાવેશભાઈ ચાવડા, ખોળ ગામે સરપંચ કાજલબેન ભરવાડ, દિઘડીયા ગામે સરપંચ મમતાબા ઝાલા, સુરવદર ગામે સરપંચ જયંતિભાઇ ગડેશીયા, મેરૂપર ગામે સરપંચ રાજુભાઇ ખૈર, નવા ઘનશ્યામગઢ ગામે સરપંચ ઘનશ્યામભાઈ લોરીયા, નવા માલણીયાત ગામે સરપંચ દલસુખભાઈ પરમાર, માનગઢ ગામે સરપંચ પુષ્પાબેન વાસુદેવભાઈ, રણજીતગઢ ગામે સરપંચ બળદેવભાઈ વેલાભાઈ ચાવડા, કવાડીયા ગામે સરપંચ વાલજીભાઇ ચારોલા, ભલગામડામાં સરપંચ લીલાબેન ભરતભાઇ, કીડી ગામે સરપંચ વસૂબા મહિપતસિંહ ઝાલા, સુંદરીભવાની ગામે સરપંચ કુંભાર જયંતીભાઈ, રાયસંગપુર સરપંચ પદે મહેશભાઇ જાંબુકીયા, દેવીપુર ગામે સરપંચ મનિષાબેન સોનાગ્રા, સુસવાવ ગામે સરપંચ હરીચંદ્રસિંહ ઝાલા, શિરોહી સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા, રાતાભેર ગામે સરપંચ પ્રભુભાઇ કેરવાડીયા, અજીતગઢ ગામે સરપંચ નયનાબેન પટેલ, ચાડધ્રા ગામે સરપંચ પદે સજ્જનબા ગઢવી, સુરવદર ગામે સરપંચ જયંતીભાઈ કટેસિયા, ધણાદ ગામે સરપંચ ભાવનાબેન કોરિંગા, પલાસ ગામે સરપંચ વિક્રમભાઈ વિઠલાપરા, નવા અમરાપર ગામે સરપંચ સંજયભાઈ અદગામા, ઈંગોરાળા ગામે સરપંચ દક્ષાબેન ઉપેન્દ્રભાઈ, વેજલપર ગામે સરપંચ હરેશભાઇ કૈલા, હળવદના મયાપુર ગામે સરપંચ નથુભાઈ કંઝારીયા, આંદરણા ગામે સરપંચ વિજયાબેન સોલંકી, ખખાણા ગામે સરપંચ ભારતીબેન મનસુખભાઈ ગોધાણી, ગોરખીજડિયા ગામે સરપંચ ગૌતમ મોરડીયા, બરવાળા ગામે સરપંચ ભરતભાઇ બાવરવા, ટંકારાના હરબટિયાળી ગામે સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંધાણી, નાના ભેલા ગામે સરપંચ ભાવિકકુમાર, માણાબા ગામે સરપંચ તરીકે શીતલબા યુવરાજસિંહ, નાના દહીંસરા ગામે સરપંચ પ્રવીણભાઈ ભટાસણા, હરિપર ગામે સરપંચ નિમુંબેન ભીમાણી, બગસરા ગામે સરપંચ ગૌરીબેન નાગજીભાઈ
જયારે રાજપર ગામે સરપંચ ભરતભાઇ રામજીભાઇ મારવાણીયા, માળીયા વનાળિયા ગામે સરપંચ ધનીબેન રામજીભાઈ પરમાર, વર્ષામેળી ગામે સરપંચ નાગજીભાઈ દેવભાઈ વકાતર, સજનપર ગામે સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવ, રાણેકપર ગામે સરપંચ હુસેનભાઈ સેરશીયા, અમરસર ગામે સરપંચ યાશીર સેરશીયા, સરતાનપર ગામે સરપંચ અલુભાઈ ઉડેસા, તરકીયા ગામે સરપંચ જનકભાઈ ડાભી, દેરાળા ગામે સરપંચ શોભનાબેન ધરજીયા, શેખરડી ગામે સરપંચ કેશભાઈ વાટકીયા, અમરપર ગામે સરપંચ દિલસનાબાનુ બાદી, આણંદપર ગામે સરપંચ કુંવરબેન બીજલભાઈ કાંજીયા, મકનસર ગામે સરપંચ રેખાબેન અવચરભાઈ દેગામા, પંચાસર ગામે સરપંચ ભગીરથસિંહ ધિરૂભા ઝાલા, બંગાવડી ગામે સરપંચ વિનુભાઈ સવજીભાઈ દેત્રોજા, છતર ગામે સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી, મોરબીના લાલપર ગામે સરપંચ રમેશભાઈ વાંસદડીયા, જીવાપર (ચકમપર) ગામે સરપંચ પામીબેન હમીરપરા, શનાળા (તડાવીયા) ગામે સરપંચ ઠાકરશીભાઈ કુંડારીયા, રૂપાવટી ગામે સરપંચ ભવાનભાઈ ધોધાભાઈ રાઠોડ, પીપળીયા ગામે સરપંચ પદે સંગીતાબેન આદ્રોજા, બગથળા ગામે સરપંચ કાંતાબેન ચુનીલાલ, જોધપર ગામે સરપંચ તરીકે રૂકસાનાબેન સેરશીયા, ભીમગુડા ગામે સરપંચ કુલીબેન વીંઝુવાડીયા, કેરાળા ગામે સરપંચ નરગીસબેન બાદી, કાછીયાગાળા ગામે સરપંચ વસંતબેન રંગપરા, રાજગઢ ગામે સરપંચ શંભુભાઈ વીંઝવડીયા, મેસરિયા ગામે સરપંચ વસંતબેન ભૂસડીયા, કોઠારીયા ગામે સરપંચ અંબારામભાઈ કોબીયા, ઊંચી માંડલ ગામે સરપંચ પદે રવિરાજસિંહ પરમાર, ધરમપુર ગામે સરપંચ લાલજીભાઇ માકાસણા, ટોળ ગામે સરપંચ અબ્દુલ ગઢવારા, હરીપર ગામે સરપંચ હિનાબેન ફેફર, નાની વાવડી ગામે સરપંચ ગોદાવરીબેન અશ્વિનભાઈ ચાવડા, રણમલપુર ગામે સરપંચ પુનાભાઇ રાઠોડ, ચરાડવા ગામે સરપંચ લક્ષ્મીબેન પરમાર, માથક ગામે સરપંચ લીલાબેન વાઘજીભાઇ ચુંટાયા છે. પાનેલી ગામે સરપંચ ગૌતમભાઇ કરમશીભાઇ હડીયલ, જેતપર ગામે સરપંચ જેઠાલાલ બોચિયા અને ખાખરેચી ગામે સરપંચ પદે વનિતાબેન દિનેશભાઈ પારેજીયા વિજેતા બન્યા છે.
મોરબી તાલુકામાં સૌથી વધુ લીડ સાથે કોણ બન્યું વિજેતા
મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૯૭ ગ્રામ પંચાયત\ની ચૂંટણી યોજાઇ હતી જેની મત ગણતરી ગઇકાલે કરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકાનાં ગામોની જો વાત કરીએ તો નાની વાવડી ગામે સરપંચની ચૂંટણી યોજાઇ હતી તેમાં ગોદાવરીબેન અશ્વિનભાઈ ચાવડા વિજેતા બનેલ છે અને તેઓને હરીફ ઉમેદવાર કરતાં ૧૯૫૦ મત વધુ મળ્યા હતા જેથી મોરબી તાલુકામાં જે સરપંચો આ ચુંટણીમાં વિજેતા બનેલા છે તેમાં સૌથી વધુ લીડ તેઓની હોવાનું ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યુ છે
