મોરબી જીલ્લામાં અણધાર્યા પરિણામ પછી પણ ગામડામાં એકતા અખંડ: સૌથી મોટી લીડ સાથે કોણ બન્યું વિજેતા ?
મોરબીની ત્રાજપર ચોકડી પાસે દુકાનમાથી દારૂ-બીયર સાથે વેપારી પકડાયો
SHARE








મોરબીની ત્રાજપર ચોકડી પાસે દુકાનમાથી દારૂ-બીયર સાથે વેપારી પકડાયો
મોરબીની ત્રાજપર ચોકડીથી શોભેશ્વર તરફ જવાના સર્વિસ રોડ પર આવેલ દુકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાનદાર એક બોટલ દારૂ અને ત્રણ બીયરના ટીન સાથે ઝડપાયો હતો જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કરી દુકાનદારની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ત્રાજપર ચોકડીથી શોભેશ્વર તરફ જવાના સર્વિસ રોડ પર આવેલ શ્રીનાથ કોમ્પલેક્ષ દુકાન દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે મનોજ પટેલની દુકાનમાંથી દારૂની એક બોટલ અને બીયરના ત્રણ ટીન મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭૦૦ રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને તેની પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
