મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક યુનિટોમાંથી ઘણા બધા જુના યુનિટો બંધ પડ્યા છે પરંતુ બાંધકામની જંત્રીની વિસંગતતાના કારણે તે યુનિટોના વેચાણ થતા નથી અને ઉદ્યોગકારોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે આ બાબતને લઈને મોરબી સિરામિક એસોસિયેશનના આગેવાનો અહીંના ધારાસભ્ય અને માજી સાંસદને સાથે રાખીને મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ બાબતે રજૂઆત કરી હતી ત્યારે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેના માટેની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તે ઉપરાંત ઝડપથી સારા રોડ રસ્તા મળે અને સફાઈ માટેના સાધનો મળે તેના માટેની રજૂઆતમાં પણ મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે તેવી ખાતરી આપેલ છે.

આજ રોજ ધારાસભ્ય દુર્લ્લભજીભાઇ  દેથરિયા અને  માજી સાંસદ મોહનભાઇ  કુંડારિયા સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઇ  એરવાડીયા તેમજ હરેશભાઇ બોપલિયા અને પુર્વ પ્રમુખ મુકેશભાઇ  કુંડારિયા ગાંધીનગર ગયા હતા અને ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેઓના નિવાસ સ્થાને રુબરુ મળ્યા હતા. જેમા સિરામિક  ઉધોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરી હતી. ખાસ કરીને બાંધકામમાં ઉંચા જંત્રીના દરોને લિધે મોરીમાં જુના બંધ થઇ ગયેલા યુનિટોની લે વેચમાં તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વધુમાં સિરામિક એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, હાલમાં સિરામિક ક્લસ્ટરમાં ટોટલ ૫૫ ઇન્ટરનલ રોડ રસ્તા ૪૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેથી આશરે ૯૦ કિમીને સારી ગુણવત્તા અને ટકાઉ સીસી રોડ ઉધોગને મળ્યા છે. જે બાબતે રોડ સલગ્ન અધિકારીઓને એસોસિએશન દ્રારા બિરદાવ્યા હતા અને  બાકી રહેતા ૧૫૩ સીસી રોડ રસ્તાની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ફાઇલને તાત્કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્યારે મોરબી આવ્યા હતા ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુ્કયો હતો જે બાબત ના સ્મરણો યાદ કરાવી સિરામિક ક્લસ્ટરમાં રોડ સફાઇ બાબતે  રોડ સફાઇ માટેના છ નંગ ટ્રક  (રોડ - સ્વિપર) ની માંગણી કરી હતી જે બાબતની દરખાસ્તમાં હકારાત્મક અભિગમ સાથે ત્વરીત કાર્યવાહી કરશે. તેવી ખાતરી આપી હતી.






Latest News