મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારતા વાહનમાં 60 હજારનું નુકશાન


SHARE











મોરબીના લાલપર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારતા વાહનમાં 60 હજારનું નુકશાન

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી વૃદ્ધ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારી હતી અને કારના બંને દરવાજા અને ટાયરમાં અંદાજે 60,000 ની નુકસાની કરી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટમાં કાલાવડ રોડ ઉપર પાણીના ટાંકાની પાછળ આર.કે.નગર મેઇન રોડ ઉપર આવેલ સૌરભ રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ (70) નામના વૃદ્ધે ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીવી 6603 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલા લાલપર ગામ પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 3 એચકે 1943 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓની કારને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારના બંને દરવાજામાં તથા ટાયરમાં અંદાજે 60,000 નું નુકસાન થયું છે જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરમાં ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે વધુમાં મળતી માહિતી મુજબ વૃદ્ધ ચોટીલા ખાતેથી મોરબી પરત આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી

અકસ્માતમાં ઇજા

ગીર સોમનાથના વાવડી ગામના રહેવાસી અબ્બાસભાઈ મોહમ્મદ ચૌહાણ (45) નામના યુવાનને માળિયા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ માળિયા નજીકના પુલ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદમાં આવેલ ખારીવાળી રામનગરમાં રહેતા શશીકાંત પોપટભાઈ કંજારીયા (44) નામનો યુવાન બાઇક લઈને ઘરેથી કારખાના તરફ જઈ રહ્યો હતો દરમિયાન ઉમા સોસાયટી પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં ત્યારે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News